પોલીસ મહા નિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા પશ્ચિમ કચ્છ ભુજની સુચનાથી એલ.સી.બી.ની ટિમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન એક બાતમીના આધારે એલ. સી. બી. ના પી.આઈ. એમ. આર. ગોંડલીયા તેમજ સ્ટાફ ના માણસો એમ. જે. રાણા,ના માર્ગદર્શન પ્રમાણે બાતમી વાળી જગ્યા આવી એક એચ.પી. પરસિંગવાડી ગાડીને રોકી તેની તલાસી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો મડી આવ્યો હતો. આ દારૂ 20,58,900/-નો જપ્ત કરી તેની સાથે આરોપી (1) અરુણ જગદીશસિંહ રાણા પંજાબવાળો અને (2) જીતેન્દ્ર નરેશકુમાર ત્યાગી પંજાબવાળાને પકડી પાડી મુન્દ્રા મેરિન પોલીસને સોંપ્યા હતા.
Monday, January 13, 2020
New
કાઇમ
