2019નો દેશનો સૌથી અંતિમ સૂર્યાસ્ત કોટેશ્વર નહી પણ નાની ગુહારમાં! - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 1, 2020

2019નો દેશનો સૌથી અંતિમ સૂર્યાસ્ત કોટેશ્વર નહી પણ નાની ગુહારમાં!

આ દાયકાનો સૌથી છેલ્લો દિવસ 31/12/2019 પસાર થઇ ગયો. દેશમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત પશ્ચિમ છેવાડે આવેલા કચ્છના અરબ સાગર કિનારે કોટેશ્વર ખાતે દેખાય છે તવી સામાન્ય રીતે ધારણા છે. પરંતુ ખરેખર કોટેશ્વર પાસે આવેલા લખપત તાલુકાના જ નાની ગુહાર ગામના દરિયા કિનારે દેશનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત દેખાય છે. ભાસ્કરે તે જગ્યા પર જઇને આ દાયકાના અંતિમ સૂર્યાસ્તની તસવીર કેમેરામાં કેદ કરી છે. મંગળવારના 31મી ડિસેમ્બરના કોટેશ્વર ખાતે વર્ષનો અંતિમ સૂર્યાસ્ત નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. પ્રવાસીઓએ કોટેશ્વર મહાદેવ પાસે આવનારુ વર્ષ પોતાના માટે તથા દેશ અને વિશ્વ માટે સારુ શાંતિમય પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી.
હાલ રણોત્સવ ચાલી રહ્યો હોવાથી કોટેશ્વરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં. જોકે જ્યાં ખરેખર દેશમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે તે ગુહાર નાની ગામ કોટેશ્વરથી દક્ષિણમાં 10 કિમી દૂર છે. વળી આ નાની ગુહારથી દરિયા કિનારો ત્રણેક કિમી દૂર છે. ખાસ બીએસએફની મંજૂરી લઇને ત્યાં જવું પડે છે. ગામથી દરિયા કિનારા સુધી કાચો રસ્તો છે. દરિયાથી 200 મીટર પહેલા બીએસએફની ચોકી આવે છે. દેશના પૂર્વ છેવાડે અરૂણાચલ પ્રદેશના ડોંગમાં સૌપ્રથમ સૂર્ય ઉદય થાય છે. જ્યાં સરકારે તમામ સુવિધા ઉભી કરી છે. પરંતુ ભારતમાં સૌથી છેલ્લે જ્યાં સૂર્યાસ્ત થાય છે તેવા આ નાની ગુહાર ગામના દરિયા કિનારે વિકાસ તો ઠીક આ સ્થળ વિશે લોકોને જાણકારી પણ નથી ! તેવામાં સરકારે આ સ્થળનો પ્રચાર કરી સુવિધા વિકસાવે તો અહીં પણ પ્રવાસીઓ ઉમટે તેમ છે.
ઉદ્યોગોની પણ મંદીના વર્ષને વિદાય, તેજી પર નિશાન તાક્યું
2019ના વર્ષને કચ્છના ઉદ્યોગ જગતે પણ મંદીનું વર્ષ ગણીને વિદાય આપી હતી. 2020નું આગામી વર્ષ સર્વ માટે તેજીમય બને એવી અભિલાષા વ્યક્ત કરી હતી. અલબત, કંડલા અને મુન્દ્રા પોર્ટે પોતાના દેખાવમાં સાતત્ય જાળવી રાખ્યું હતું. આ તસવીર 2019ની વિદાય વેળાએ કંડલા પોર્ટની છે.