દહેજની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત, 15 દિવસમાં GIDCમાં ગેસની અસરથી 2 કામદારના મોત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 31, 2020

દહેજની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત, 15 દિવસમાં GIDCમાં ગેસની અસરથી 2 કામદારના મોત

દહેજ જીઆઇડીસીની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં આજે પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું. જેને પગલે કંપનીના કામદારોએ હોબાળો મચાવ્યો હતો. દુર્ઘટનાને પગલે વાગરા
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.
15 દિવસમાં દહેજ જીઆઇડીસીમાં બીજા કામદારનું મોત
દહેજ જીઆઇડીસીની કંપનીઓમાં વારંવાર ગેક લીકેજ થવાની ઘટનાઓ બને છે. જેમાં કામદારોના મોત થાય છે. જેને કારણે કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 15 દિવસ પહેલા જ દહેજ જીઆઇડીસીમાં આવેલી ઈજેક્ટ કંપનીમાં કામ કરી રહેલા કામદારને ગેસની અસર થતાં તેનું મોત નિપજ્યું હતું. જેમાં પ્રેસર વેસેલ પ્લાન્ટમાં ઓર્ગન વેલ્ડિંગ કરતાં ગેસ ગળતર થયું હતું. જેથી તે ગુંગળાઈ જતાં બેભાન થયો હતો. તોફિક અચાનક બેભાન થતાં તેની સાથે કામકરતા અન્ય કામદારોમાં ભાગદોડ મચી હતી. સાથી કામદારોએ તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું.