જેમની પાસે સત્ત્। હોવા હોય તે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સાચા અરજદારને ન્યાય આપવાને બદલે ગુનેગારોને સાથ આપે ત્યારે મુશ્કેલી સર્જાય છે. કચ્છમાં જમીન સંબધિત વધતાં જતાં અનેક કિસ્સાઓમાં સરકારી કર્મીઓની ભૂમિકા શંકાસ્પદ રહી છે. રાપરના સુવઈ ગામે સર્વે નંબર ૪૩૫ પૈકીની જમીનની વરસાઈના કિસ્સામાં બોગસ વારસાઈ મંજુર કરીને એ જમીન બારોબાર વેંચી નાખવાના ગુનામાં સાથ આપણાર નાયબ મામલતદાર સહિત ત્રણ સરકારી કર્મીઓની જામીન અરજી અંજાર કોર્ટે ફગાવી દીધી હતી. ૨૦૧૦ ના વર્ષ દરમ્યાન આચરાયેલ જમીન કૌભાંડમાં સાથ આપનાર રાપર ઈ ધરાના નાયબ મામલતદાર હમીર બી. વાદ્યેલા, સુવઈ ગામના પૂર્વ તલાટી રાજેશ જે. ઝીંઝુવાડીયા અને અન્ય સરકારી કર્મી પૂનમ નાનજી સુવેરાની જામીન અરજી અંજાર કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં સરકાર પક્ષે વકીલ આશીષ પી. પંડ્યાએ દલીલો કરી હતી
Thursday, January 30, 2020
New
