બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે હવે લક્ઝૂરીયસ કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાના બનાવો સામે આવી રહ્યાં છે. સુરત એસ.ઓ.જી દ્વારા લકઝૂરીયસ બી.એમ.ડબ્લ્યુ કારમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ કારમાં દારૂની હેરફેર કરનાર એકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોચ રાખી દારૂનો જથ્થો ઝડપાયો
સેલવાસથી દારૂનો જથ્થો લઈને પારડી ભરીને આવતા સુરત એસ.ઓ.જી દ્વારા કારની તપાસ કરવામાં આવી હતી. જેમાં 2,11,200નો દારૂ સાથે પ્રીતેશ માંહ્યવંશીની ધરપકડ કરવામાં આવી હતી. ચેકપોસ્ટ હટાવ્યા બાદ અનેક એન્જસીઓ દ્વારા વલસાડમાં ઘુસાડતા દારૂ પર વોચ રાખી દારૂ ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરાયા છે.બીએમડબ્લ્યુ કાર સાથે ઝડપાયેલા ઈસમ સામે રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.