11 વર્ષના કચ્છી છાત્રે આંતરરાષ્ટ્રીય મેમોરેડ સ્પર્ધામા બ્રોન્ઝ મેડલ જીત્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 4, 2020

11 વર્ષના કચ્છી છાત્રે આંતરરાષ્ટ્રીય મેમોરેડ સ્પર્ધામા બ્રોન્ઝ મેડલ જીત્યો

મુલુંડમા રહેતા 11 વર્ષના જીનય શાહે ઈસ્તંબુલમાં યોજાયેલી 13મી મેેમોરેડ ટર્કી ઓપન ચેમ્પિયનશિપ 2019 નામે ઇન્ટરનેશનલ મેમોરેડ સ્પર્ધામાં બ્રાન્ઝ મેડલ જીતીને કવીઓ સમાજનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં 13 દેશના 153 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં મુંબઈના 6 સ્પર્ધકનો સમાવેશ થતો હતો.

કચ્છના માંડવી તાલુકાના શેરડી ગામના વતની અને મુલુંડ વેસ્ટમાં, મુરાર રોડ, પાંચ રસ્તા પાસે રહેતા કચ્છી વિશા ઓસવાળ સમાજના વ્યવસાયે રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલા કિરણ ચંપકલાલ શાહ(પાસડ)એ “દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં 2019માં આ સ્પર્ધા માટે મારા પુત્રની પસંદગી થઈ હતી. અમારી પાસે નાણાકીય વ્યવસ્થા નહોતી પરંતુ સ્થાનિક સાયન કવીઓ જૈન મહાજન અને મુલુંડ કવીઓ સમાજ તરફથી નાણાકીય સહયોગથી તે શક્ય બન્યું છે. જીનય આવતા વર્ષે જર્મનીની માનસિક મઠની સ્પર્ધામાં ભાગ લેવા પણ પાત્ર બનશે.

જીનય 2018માં ઘાટકોપરમાં કિડઝાનિયા ખાતે નેશનલ ક્યુબ ચેમ્પિયનશિપમાં જુનિયર 3- સ્તરમાં ચોથો રનર-અપ આવ્યો હતો. જુલાઈ 2019ના રાષ્ટ્રીય માનસિક મઠ અને મેમરી ગ્રેડિંગ ચેમ્પિયનશિપ લેપમાં “એ’ ગ્રેડ, નવેમ્બર 2017ના વાપીમાં જીનિયસ કિડ નેશનલ ચેમ્પિયનશિપમાં મેરિટમાં, સપ્ટેમ્બર- 2017ના રોજ મુલુંડમાં યોજાયેલી રાષ્ટ્રીય ઘન ચેમ્પિયનશિપમાં મેરિટ ગોલ્ડ પોઝિશન તેમ જ ફ્લેશ અને ઓડિટરી મેથ્સ ચેમ્પિયનશિપ 2019ની ફાઇનલમાં રાષ્ટ્રીય મેરિટ એવોર્ડ સહિત પુરસ્કારો જીત્યા છે. મમ્મી ભાવના શાહે કહ્યું કે, કમલપ્રભ મહારાજ સાહેબના આશઈર્વાદથી જીનય નાનપણથી જ મેમરીઝ અને મેન્ટલ ડિવિઝનમાં હોશિયાર હતો. એથી અમે તેને મુલુંડની જીનિયસ કિડમાં ટ્રેનિંગ માટે મોકલ્યો હતો. ત્યાં માર્ગદર્શક જિનલ દેઢિયા, વિમેશ દેઢિયા, પીટર સર અને ગ્વેન્ડોલેનનો સહયોગ મળ્યો હતો.