લોરીયામાં ફરજ પર રહેલા GRD જવાનને માર મરાયો, સારવાર માટે 108 મારફતે જી.કે.માં ખસેડાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, April 13, 2020

લોરીયામાં ફરજ પર રહેલા GRD જવાનને માર મરાયો, સારવાર માટે 108 મારફતે જી.કે.માં ખસેડાયા

તાલુકાના લોરીયા ગામે લોકડાઉનના બંદોબસ્તમાં ફરજ બજાવતા જીઆરડી જવાનને ગામના જ એક શખ્સે જાતી અપમાનીત શબ્દો અને ગાળો ભાંડી માર મારતા ઇજાઓ પહોંચી હતી. જવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, લોરીયામાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા મોહન સુમાર મહેશ્વરી (ઉ.વ.40) લોકડાઉનના બંદોબસ્તમાં હતા તે દરમિયાન શિવુભા લાલજી સોઢાની દુકાન પાસે ગામના જ સરૂપાજી મેરામણ જાડેજા આવીને જવાનને જાતી અપમાનીત શબ્દો બોલીને ગાળો આપવા લાગ્યો હતો.જીઆરડી જવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને લાકડીથી માર માર્યો હતો. બનાવને પગલે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.ઉલ્લેખનીય છે કે, લોકડાઉન વેળાએ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારી, એસઆરપી, જીઆરડી, હોમગાર્ડના જવાનો લોકો ઘરની બહાર ન નીકળે તે માટે સતત ફરજ બજાવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ અમદાવાદના જુહાપુરા તેમજ અન્ય રાજયોમાં પોલીસ અને ડોકટરને માર મારવામાં આવ્યો હતો એ જ ઘટનાનું પુનરાવર્તન લોરીયા ગામે થયું છે.