રાજ્ટના 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમા સોમવારથી 1000 રૂ. જમા કરાવશે સરકાર, રાજ્યમાં કુલ 1279 દર્દી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 18, 2020

રાજ્ટના 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમા સોમવારથી 1000 રૂ. જમા કરાવશે સરકાર, રાજ્યમાં કુલ 1279 દર્દી

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેટળ 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકાર ડેટાના આધારે રકમ જમા કરાવશે. આ માટે સરકાર પર 660 કરોડનો બોજો આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. ભાવનગરમાં વધુ ત્રણ અને રાજકોટમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યારસુધીમાં 1279 પોઝિટિવ કેસ થયા છે.  રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.  ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.  ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે. ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું.  આ કિટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. જોકે આ કિટના ઉપયોગ અંગે હજુ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવાની હોઇ તેનો ઉપયોગ શરૂ કરવામાં એકાદ બે દિવસ લાગશે.
રાજ્યમાં 1275 પોઝિટિવ કેસ, 48 મોત અને 88 ડિસ્ચાર્જ
શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ7652524
વડોદરા1520707
સુરત 1560610
રાજકોટ340009
ભાવનગર310310
આણંદ270003
ભરૂચ220000
ગાંધીનગર170110
પાટણ150111
નર્મદા110000
પંચમહાલ080100
બનાસકાંઠા080000
છોટાઉદેપુર060000
કચ્છ040100
મહેસાણા040000
બોટાદ040100
પોરબંદર030003
દાહોદ020000
ખેડા030000
ગીર-સોમનાથ020001
જામનગર010100
મોરબી010000
સાબરકાંઠા010000
મહિસાગર010000
અરવલ્લી010100
કુલ 
12794888