ભુજ : સ્ટીલ સળિયાના ઉત્પાદનમાં જાણીતી એવી ગેલન્ટ કંપનીમાં બ્લાસ્ટની ઘટનાએ અફડાતફડી સર્જી હતી. સામખીયાળી હાઇવે ઉપર આવેલ ગેલેન્ટ કંપનીમાં લોખંડના સ્ક્રેપમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના માં ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી એકનું દ્યટના સ્થળે જ મોત નીપજયું હતું. અન્ય બે ને ગાંધીધામ મધ્યે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પણ, સારવાર દરમ્યાન વધુ એક કામદારનું મોત છે જયારે હજીયે એકની હાલત ગંભીર છે. બ્લાસ્ટના કારણની તપાસ પોલીસે હાથ ધરી છે. કામદારોના મોતને પગલે કંપનીના અન્ય કામદારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Thursday, March 5, 2020
New
