સુરતમાં 'હું સમાજનો દુશ્મન છું' તેવા પોસ્ટર પકડાવી લોકડાઉનમાં બહાર નીકળેલા લોકોનાં ફોટા પાડ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 24, 2020

સુરતમાં 'હું સમાજનો દુશ્મન છું' તેવા પોસ્ટર પકડાવી લોકડાઉનમાં બહાર નીકળેલા લોકોનાં ફોટા પાડ્યા



કોરાના વાઇરસને કારણે દર્દીઓ ન વધે તે માટે સરકાર દ્વારા ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો ઘરની બહાર નીકળીને સરકારનાં નિયમોની એસીકી તેસી કરતા દેખાયા હતા. ત્યારે વગર કામે નીકળતા લોકો શરમાવા માટે સુરત પોલીસ દ્વારા એક નવતર પ્રયાયોગ કરાયો હતો. જેમાં હું સમાજનો દુશ્મન છું' તેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા. જે રીતે કોરોના વાયરસ ગુજરાતમાં પોતાનો પગ પેસારો કર્યો છે ત્યારે આ રોગ ગુજરાતમાં વધુ કહેર ન ફેલાવે તે માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે જીવનજરૂરિયાત સાથે જે લોકોને સરકારી નોકરી હોય તેવા લોકો સિવાય લોકોને બહાર નીકળવાની ના પડી છે. ત્યારે કેટલાક લોકો બિનજરૂરી બહાર નીકળીને લોકડાઉનના નિયમ તોડી રહ્યાં છે. ત્યારે તેવા લોકો બહાર નહિ નીકળીને કોરોના વાયરસનાં સર્મથન ચેઇન તોડી શકે તે માટે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યુ છે. બહાર નીકળતા લોકોને શરમાવા માટે એક નવતર પ્રયોગ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં હું સમાજનો દુશ્મન છું' તેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા. આવા ફોટા પાડીને સોશિયલમીડિયામાં વાયરલ કરીને આવા લોકોને શરમાવાનું શરુ કર્યું છે. ત્યારે આ નવતર પ્રયોગ સુરત પોલીસે રાંદેરકાપોદ્રા, સરથાણા અને ખટોદરા વિસ્તારમાં કર્યો છે. જોકે, આવા પ્રયોગ કરીને લોકો પોતાના ઘરમાં રહે ત્યારે જે સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉન ને લઇને સમાજને આ વાયરસથી મુક્તિ મળી શકે છે. ત્યારે સુરત પોલીસના આ નવતર પ્રયોગને લોકોએ વખાણીયો હતો.