વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે ફરી દેશને સંબોધન કરશે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 24, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે ફરી દેશને સંબોધન કરશે


પીએમ મોદીએ કહ્યું છે કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પહોંચી પળવા માટે કેટલીક મહત્વની વાતો દેશવાસીઓ સાથે શેર કરવા માટે આજે રાતે એટલે કે 24 માર્ચની રાતના 8 વાગે દેશને સંબોધિત કરશે. લોકડાઉનના કેટલાય રાજ્યોએ ભંગ કર્યો. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે 23 રાજ્યોમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ સોમવારે જે ફોટા બહાર આવ્યા છે . તેમાં જોવા મળ્યુ છે કે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. અને લોકડાઉનનો ભંગ કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરી લોકોને અપીલ કરી હતી કે તે લોકડાઉનને ગંભીરતાથી લે. રાજ્યોને કહ્યું હતુ કે જો કોઈ નિયમ ભંગ કરે તો તેમની સામે કાયદાકીય પગલા ભરો.