એક બાજુ કોરોનાનો ભય ઝળુંબી રહ્યો છે ત્યાંજ કચ્છના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. કંડલામાં બપોરે વરસાદી ઝાપટા પડયા છે. તો, સમગ્ર કચ્છમાં અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. કચ્છ જિલ્લા હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં અપર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાતા આજે અને આવતીકાલે કચ્છના કેટલાક વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે છૂટો છવાયો વરસાદ પડશે.
Wednesday, March 25, 2020
New
