કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ સાવચેતી અને સલામતી સાથે પોર્ટસનુ કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે એવો ખુલાસો અદાણી પોર્ટના પ્રવકતા દ્વારા કરાયો છે. લોડીંગ અનલોડીંગ કાર્ગો ડીલીવરી તથા પરિવહન સામાન્ય રૂપે ચાલુ રહેશે. સ્વાસ્થ અને પરિવાર મંત્રાલય ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે અદાણી પોર્ટ મુન્દ્રા તેના રોજીંદા કાર્ગો. કર્મચારીઓનું સ્કેનીંગ, પી.પી.ઇ. (વ્યકિતગત રક્ષણાત્મક ઉપકરણો) ના ઉપયોગનું પાલન, શરીર તાપમાન માપવાના સાધનો, માનવ સંપર્કને ઓછામાં ઓછો મર્યાદિત કરવા જેથી વાયરસનો ફેલાવો અગર હોય તો અટકે અને જો કોઇ શંકાસ્પદ કેસ જણાય તો સ્થાનિક આરોગ્ય અધિકારીઓને જાણ કરવા જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. અદાણી પોર્ટસ મુન્દ્રા અફવાઓનું ખંડન કરે છે અને તેના ઉપર ધ્યાન ન દેવા તથા સોશીયલ મીડિયામાં આવા મેસેજ વાયરસ ન કરવા પોર્ટના વપરાશકારોને તથા લોકોને સલાહ આપે છે.
Wednesday, March 25, 2020
New
