ગાંધીધામના
ખોડિયારનગરમાં પરિણીતાને શારીરીક-માનસીક
ત્રાસ આપીને મરવા મજબૂર કરનાર સામે પોલીસે પતિ, નંણદ, દિયર સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
છે. ગાંધીધામ એ
ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના ખોડીયારનગર ઝૂંપડામાં રહેતા
જ્યોત્સનાબેન અમરસિંહ
ઠાકોરએ શરીરે કેરોસીન છાંટીને આપઘાત કરી લીધો હતો. આ મામલામાં ભોગ બનનારના માતા
ગોમતીબેન સુરેશભાઈ સવાજી ઠાકોર એ ફરિયાદ નોંધાવી છે કે, મારી
દીકરી જ્યોત્સનાબેનને
તેના પતિ અમરસિંહના
રૂઘનાથ ઠાકોર તેની નણંદ નયના ભાઈલાલ ઠાકોર તેનો દેવર રાજુ રઘુનાથ ઠાકોર ભાણેજ પૂનમ
ભાઈલાલ ઠાકોર અને ભાણેજી ચેતન ભાઈલાલ ઠાકોર નાની નાની વાતોમાં મેણા ટોણા મારતા હોય
અને શારિરીક માનસિક ત્રાસ આપતા હોય જેના કારણે કંટાળીને દીકરી જ્યોત્સનાએ પોતાના
શરીરે કેરોસીન છાંટી આપઘાત કરી લીધો હતો. આ અંગે ભોગ બનનારની માતાએ નોંધાવેલી ફરિયાદના
આધારે પોલીસે જ્યોત્સનાબેનને મરવા મજબૂર કરનાર તેના પતિ, નણંદ, દેવર સહિત
પાંચ સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Friday, March 20, 2020
New