ગામોને રાહતદરે વીજળી આપવાનો વાયદો ટુંડાનો પાવર પ્લાન્ટ ધોળીને પી ગયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, March 5, 2020

ગામોને રાહતદરે વીજળી આપવાનો વાયદો ટુંડાનો પાવર પ્લાન્ટ ધોળીને પી ગયો


ભુજ : ટુંડા ખાતે આવેલી કોસ્ટલ ગુજરાત પાવર લીમીટેડ કંપનીના પાવર પ્લાન્ટ દ્વારા સરકાર સાથે કરાયેલા કરાર અને જવાબદારીનું ઉલ્લઘંન કરાતું હોવાથી આ મુદે મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા વિવિધ આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ ફરીયાદ કરાઈ છે. આ અંગે સમિતીએ આક્ષેપ કર્યો હતો કે, ૨૦૦૯માં ૧૩૦ હેકટર ફોરેસ્ટની જમીન આપવામાં આવી ત્યારે શરત મુજબ પાવર પ્લાન્ટના આસપાસના ૧૦ કિ.મીની અંદર આવતા ગામડાઓને સી.એસ.આર પ્રવૃત્તિના ભાગરૂપે રાહતદરે વિજળી આપવાનું જણાવ્યું હતું. જેનું આજદિન સુધી પાલન કરાયું નથી છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરાયા નથી. ઉપરાંત સ્થાનિક કર્મચારીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી.  કંપની દરીયામાં ૩૦ ડિગ્રી સે. તાપમાન સાથેનું પાણી છોડે છે જેના કારણે દરીયાઈ જીવસૃષ્ટિ પર વિતરીત અસર પડી રહી છે. આસપાસ વસતા માછીમારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કંપની દ્વારા હવામાં સલ્ફરના પ્રમાણને અટકાવવા ફલુ ગેસ ડી- સલ્ફરાઈઝેશન લગાવવા જણાવાયું હતું. પરંતુ તેનું પાલન કરાતું ન હોવાથી નિયત કરતા હવામાં વધુ સલ્ફર ડાયોક્સાઈડ તેમજ નાઈટ્રોઝન ઓક્સાઈડની માત્રાજણાઈ આવી છે. જેનાથી એસિક વરસાદની સંભાવના વધી ગઈ છે.  આ મુદે દિલ્લી સુધી રજુઆત કરીને તમામ મુદે તપાસ કરીને કાયદાકીય પગલા ભરવા માંગણી કરાઈ છે.