કચ્છમાં મિ. નટવરલાલોએ લગાવ્યો લાખોનો ચુનો : છેતરપીંડીના અલગ અલગ બનાવોમાં અદાણી મેડિકલ કોલેજ, અંજારના તબીબ, ભુજના બેરોજગાર યુવાનો, જાણીતા વ્યાપારીઓને નિશાન બનાવ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, March 4, 2020

કચ્છમાં મિ. નટવરલાલોએ લગાવ્યો લાખોનો ચુનો : છેતરપીંડીના અલગ અલગ બનાવોમાં અદાણી મેડિકલ કોલેજ, અંજારના તબીબ, ભુજના બેરોજગાર યુવાનો, જાણીતા વ્યાપારીઓને નિશાન બનાવ્યા

ભુજ : ગઈકાલે એક જ દિવસમાં પૂર્વ અને પશ્યિમ કચ્છમાં બનેલા ઠગાઈના અલગ અલગ પાંચ બનાવોએ ચકચાર સર્જી છે. અદાણી મેડિકલ કોલેજની લાયબ્રેરી માટે મોટા ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકો મોકલવાના નામે ઓનલાઈન સંપર્ક કર્યા બાદ મોબાઈલથી વાતચીત દ્વારા સંપર્ક કેળવીને ઠગાઈ કરાઈ હતી. આ અંગે અદાણી મેડિકલ કોલેજના વહીવટી અધિકારી ડો. શાર્દુલ ચોરસિયાએ બેંગ્લોરના વિજયકુમાર નામના ઇસમ સામે ૨ લાખ ૨૩૭ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ૩૦ એપ્રિલ થી ૮ મે ૨૦૧૯ દરમ્યાન આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા રૂપિયા આ ઠગના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. ભુજના માધાપર ગામે વ્હોટેસએપ પર મિત્રના નામે નોકરી માટેના બોગસ સમાચાર મોકલીને આફ્રિકાના કોંગોમાં નોકરી અપાવી દેવાના બહાને એક વ્યકિત પાસેથી ૫૫,૨૦૦ એમ ત્રણ વ્યકિતઓ પાસેથી માધાપરની બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા ભરાવી અરુણ મનોહર નામના બોગસ વ્યકિત સામે ઠગાઈની ફરિયાદ કરાઇ છે. ફરિયાદી જય અરુણ ટાંક, નારણ દેવજી હાલાઈ, મિતેશ મનસુખલાલ ભાડકાએ આ અંગે ફરિયાદ કરી છે. ભુજના જાણીતા ટ્રાન્સપોર્ટર વ્યાપારી સુરેશ મીરાણી (ઠકકર) અને તેમના પાવરદાર માધાપરના વ્યાપારી પ્રીતેશ હિંમતલાલ ખંડોરને રૂપિયા ૨૯ લાખ ૨૫ હજાર રૂપિયામાં ભુજની ચાર અલગ અલગ જમીનનું પાવરનામું કરી બાદમાં આ જમીન અન્યોને બક્ષિસ ખત દ્વારા આપી દેવાઈ હતી. આ અંગે ભુજના અનોપગીરી ગંગારામ ગુંસાઈ, ઈશ્વર ગંગારામ ગુંસાઈ અને અંકિત અનોપગીરી ગુંસાઈ સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. ભુજમાં અંજલિ ટ્રેકટર્સ સાથે જૂનું ટ્રેકટર જમા કરાવી નવું ટ્રેકટર ખરીદયા બાદ બાકી રૂપિયા ૨ લાખ ૨૫ હજાર નહીં ચૂકવી ઠગાઈ કરનાર રાપરના દેશલપર ગામના ભીખા મહાદેવ પઢાર અને આમરડીના પ્રાગજી મૂળજી ગોઠી સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. ઠગાઈના અંતિમ બનાવમાં કચ્છ સહિત અંજારના ખ્યાતનામ તબીબ ડો. શ્યામસુંદર પાસે કામ કરતા પોરબંદરના લેબ ટેકિનશયન કેશુભાઈ બાપોદ્રાએ રૂ. ૨,૧૯,૨૦૦ ની ઠગાઈ કરી છે. આરોપી કેશુ બાપોદ્રાએ દર્દીઓની એન્ટ્રીમાં ગરબડ કરી તેમ જ ડેન્ગ્યુ પરિક્ષણની કીટ પરબારી વેચીને ઠગાઈ કરી હોવાનું ફરિયાદ માં જણાવાયું છે. પોલીસે તમામ કિસ્સાઓની તપાસ હાથ ધરી છે.