અંજાર તાલુકાના નાગલપર પાસે અજાણ્યા વાહન ચાલકે આધેડના બાઈકને હડફેટે લેતા
આધેડનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે આ અંગે મળતી વિગતો મુજબ નાગલપુર નજીક
બાઇક લઇને જતાં મોહનભાઈ કોલીને કોઈ અજાણ્યા વાહન હડફેટે લેતા તેનુ મૃત્યુ નિપજયું
છે આ બનાવની વધુ વિગતો મુજબ મોહનભાઈ મોટરસાયકલ લઈ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા
વાહને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં મોહનભાઈને સારવાર માટે અંજાર
અને ભુજની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત
નીપજયું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, March 14, 2020
New
