New
ભુજની ઠગ ટોળકીએ ફેસબુક ઉપર સસ્તુ સોનુ આપવાની જાળ
ફેલાવીને રાજસ્થાનના એક શખ્સને ફસાવી સસ્તા સોનાના નામે તેમની પાસેથી ૧૭ લાખ
રૂપિયા ખંખેરી ને છેતરપિંડી કરતા પોલીસે ઠગ ટોળકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભુજ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના ગાંધીનગરીમાં રહેતા નવાબ ત્રાયા એ પોતાનું
નામ રાજેન્દ્ર સોની ધારણ કરીને ફેસબુક ઉપર સોનાના બિસ્કીટના ફોટા મૂકી સસ્તામાં
સોનુ આપવાની લાલચ આપી હતી જેમાં રાજસ્થાની પવન સોનિ આ માયાજાળમાં પ્રદાતા તેમણે
ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. ત્યારબાદ નવાબ ત્રાયા
એ
પોતાનો ખેલ શરૂ કર્યો હતો અને તેમણે કાર મોકલી હતી તેમાં પવન સોની બેસાડ્યા હતા
તમને બે કિલો સોનું મળી જશે તેમ કહી અમદાવાદ જતી વખતે તેઓને રસ્તામાંથી ઉતારી દીધા
હતા ત્યાર પછી તમને ફોન ઉદયપુર મળી જશે તેવું કહીને પવન મોકલી દીધા હતા ત્યાર બાદ
આજ સુધી સોનું કે રૂપિયા પરત નો આપીને સગાઈ કરવામાં આવી છે પોલીસે નવાબ હારુન
ત્રાયા, તેની સાથેના અજય તરીકે ઓળખાતો શખ્સ અને એક અજાણ્યા
સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.