રાપર
તાલુકાના ફતેહગઢમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ને
સોના-ચાંદીના આભૂષણો અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 91 હજારની
માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા. રાપર
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફતેગઢમાં રહેતા ખેતાભાઇ ભીમાભાઇ વાવિયા પટેલ
અને તેમના પત્ની હીરીબેન પોતાની વાડીએ ગયા હતા તે દરમિયાન પાછળથી તસ્કરોએ બંધ
મકાનને નિશાન બનાવીને દરવાજાના તાળા તોડી અંદર લોખંડની પેટીમાંથી કાનમાં પહેરવાનો
સોનાનો કાપ, કાનમાં પહેરવાનું
ઠોરિયું, ગળામાં પહેરવાની
સોનાની ડોડી, પગમા પહેરવાના
ચાંદીના સાંકડા એમાં રોકડા રૂપિયા પચાસ હજાર સહિત કુલ રૂપિયા 91,200 ની
માલમત્તા ચોરી કરીને લઈ ગયા હતા. મકાન માલિક પોતે વાડીએ હોય તેમના પત્ની ઘરને તાળા
મારીને વાડીએ આવ્યા હતા ત્યારે પાછળથી તસ્કરોએ તોડીના બનાવને અંજામ આપ્યો હતો
ફરિયાદીના પત્ની હીરાબેન ઘરે પરત આવ્યા બાદ ચોરીનો સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
ત્યારબાદ ચેતનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.
Friday, March 20, 2020
New
