ભુજમાં બેટી બચાવો બેટી પઢાઓ અંગે સેમીનાર યોજાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 26, 2020

ભુજમાં બેટી બચાવો બેટી પઢાઓ અંગે સેમીનાર યોજાયો

આપણો હકારાત્મક પ્રયાસ અન્યના જીવન માટે ઉપયોગી બની રહે તો આપણી સમાજ સેવા સાર્થક બને અને કોઈના જીવનમાં અજવાસ પાથરી કોઈ કુટુંબમાં ખુશી લાવી શકનારું બની શકે છે. તેમ બેટી બચાવો બેટી પઢાઓ સેમિનારને ખુલ્લો મુક્તા જજશ્રી પટેલ સાહેબે જણાવ્યું હતું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલા કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો લાભ કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચે અને યોગ્ય લાભાર્થીઓ તેનો લાભ મેળવી શકે તેવા ઉદેશથી વિવિધ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંર્તગત જિલ્લા મથક ભુજ ખાતે કાનૂની નિષ્ણાતો (જ્યુડિશિયરી) સાથે અને તેને સંલગ્ન પેરા લીગલ એડવાઇઝરો અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે યોજનાનો વધુને વધુ લાભ લોકો મેળવી શકે તે માટે આયોજિત સેમિનારમાં બોલતા કચ્છ કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને જજ શ્રી પટેલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે જો સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ આ કાર્યમાં સહયોગી બને તો સરકારશ્રીની લોક કલ્યાણ યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તાર સુધી પહોચી શકે છે. તેમણે સંસ્થાઓ અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને બેટી બચાવો બેટી ભણાવો અને વ્હાલી દીકરી અભિયાનને વધુ વેગવાન બનાવવા જણાવ્યું હતું. જીલ્લાના તમામ મુખ્ય મથકોમાં આવરી લઇ માર્ગદર્શન શિબિરના આયોજન કરવામાં આવ્યા છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલે કચ્છ જીલ્લામાં મહિલા કલ્યાણને લગતી પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. દેશ અને રાજ્યમાં સરકાર દ્વારા દીકરી જન્મ દર વધે તે માટે અમલમાં આવેલ વ્હાલી દીકરી યોજના વિષે વિગત વાર માહિતી આપતા જણાવેલ કે ગત વર્ષથી અમલમાં આવેલ આ યોજનામાં દીકરીને એક લાખ દશ હજાર રૂપિયાની સહાય નિયમોને અનુલક્ષી મળવાપાત્ર છે. બેટી બચાવો બેટી ભણાવો યોજનામાં વધુને વધુ દીકરીઓ શાળામાં ભણવા જાય તેવા સામુહિક પ્રયત્નો કરવામાં આવે તો સ્ત્રી શિક્ષણના પ્રમાણને પણ વૃદ્ધિ મળી શકે તેમ જણાવ્યું હતું. આ વિભાગ હેઠળ કાર્યરત નારી ગૃહ, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧, મહિલા શક્તિ કેન્દ્ર દ્રારા કરવામાં આવતી કામગીરી બાબતે આ પ્રકલ્પોમાં કામગીરી કરતા ભક્તિબેન ભટ્ટ, પ્રીતીબેન વિગોરા, દેવલબેન ગઢવી, ભાવનાબેન, મધુબેન વસાવા અને જિલ્લા કો ઓર્ડીનેટર ભરતભાઈ સોલંકીએ માહિતી આપી હતી. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન અને સેમિનારના ઉદ્દેશ અંગેની માહિતી મહિલા કલ્યાણ અધિકારી ચેતનભાઈ પેથાણીએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ ભાવનાબેન ખોદીયારે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા વિએમકેના મયુર બોરીચાએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા કચેરીના મુકેશભાઈ મિસ્ત્રી નરપતસિંહ સોઢા અને નારણભાઈ (જીગું) સહયોગી બન્યા હતા.