ઉડાન યોજનામાં ભુજનો સમાવેશ, ટુંક સમયમાં વિમાની સેવા વધશે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 7, 2020

ઉડાન યોજનામાં ભુજનો સમાવેશ, ટુંક સમયમાં વિમાની સેવા વધશે


ભુજ : નાગરિક ઉડ્ડયન વિભાગના જોઈન્ટ સેક્રેટરી સાથે કચ્છના સાંસદએ મુલાકાત કરી હતી. તેમણે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, કચ્છથી દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાઓ ઉપલબ્ધ નથી. ભુજ-મુંબઈ અને કંડલા-મુંબઈ-અમદાવાદ વિમાની સેવા હાલમાં કાર્યરત છે. જે સેવા અપુરતી છે.  યાત્રિકોનો ઘસારો ખુબ જ હોઈ તાત્કાલીક વિમાની સેવાઓ શરૂ થાય આ બાબતે ઈન્ડીંગો એરલાઈન્સ અને અન્ય ખાનગી વિમાની કંપનીઓ સેવા આપવા તૈયાર છે. પરંતુ મુંબઈ એરપોર્ટ ઉપર સલોટ સુવિધા પ્રાપ્ત થતી નથી. જેની વિમાની સેવા શરૂ કરવામાં વિલંબ થાય છે. નાગરિક ઉડ્ડયન વિભાગના જોઈન્ટ સેક્રેટરીએ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, ભારત સરકાર ઉડાન યોજના અંતર્ગત ભુજનો સમાવેશ કરવામાં આવેલ છે. જેથી, ખાનગી વિમાની સેવાઓ સાથે સરકારી કંપનીઓ દ્વારા પણ વિમાની સેવા શરૂ થઈ શકશે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ કે, કચ્છને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માટેની માંગણી ઘણા લાંબા સમયથી પેન્ડીંગ છે. લાખો કચ્છ વાસીઓ વિશ્વના ખુણે ખુણે વિસ્તરેલ છે. ભુજને ઈમીગ્રેશન અને કસ્ટમ સુવિધા યાત્રિક સુવિધા અને વિમાની સેવા પ્રાવધાન માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતનો સકારાત્મક પ્રતિભાજ જોઈન્ટ સેક્રેટરીએ આપ્યો હતો.