માળિયા હાઈવે પરથી પસાર થતા ટ્રકને આંતરી
માળિયા પોલીસે તલાશી લેતા દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી ૧૮
લાખથી વધુની કિમતનો દારૂ અને બીયરનો
જથ્થો મળી આવતા પોલીસે ટ્રક અને દારૂ સહીત ૨૮ લાખનો મુદામાલ જ કરી બે શખ્સને ઝડપી લીધા છે. માળિયા પીએસઆઈ જી.વી.
વાણીયાની ટીમના મનસુખભાઈ મંઢને બાતમી મળી હતી કે, હળવદ માળિયા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પસાર થવાની હોય જે બાતમીને આધારે
ટીમના જે.કે. ઝાલા, વિપુલ ફલતરીયા, વિયદાન ગઢવી, આશિષ રેહન, ખાલીદખાન સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય
દરમિયાન અણીયારી ટોલનાકા પાસેથી પસાર થતું આઈસર કન્ટેનર એચઆર ૪૬ સી ૯૦૩૩ ને આંતરી
તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો જે
મુદામાલ કબજે લઈને પોલીસે ગણતરી કરતા ઈંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશ્યલ, મેકડોનલ અને આરસી સહિતની વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ નગં ૨૫૬૮ કિંમત ૭,૭૦,૪૦૦, દારૂની બોટલ નગં ૩૦૦ કિંમત ૧,૨૦,૦૦૦, દાની બોટલ નગં ૪૪૪ કિંમત ૧,૭૭,૬૦૦ અને બોટલ નગં ૪૫૬૦ કિંમત ૪,૫૬,૦૦૦ અને બીયર નગં ૨૮૩૨ કિંમત ૨,૮૩,૨૦૦ તેમજ આઈસર ટ્રક કિંમત ૧૦ લાખ સહીત કુલ ૨૮,૧૨,૭૦૦/-ની કિમતનો મુદામાલ જ કર્યેા છે. અને
ટ્રકમાં સવાર આરોપી જગદીશકુમાર શ્રીરામ મહેરસિંગ ખાતીજ (રહે દિલ્હી) અને સંતોષ
શ્રીપાલસિંગ રાજપૂત (રહે યુપી) વાળા બે શખ્શોને ઝડપી લેવાયા છે તેમજ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો અને કયાં સપ્લાય
કરવા જતા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Thursday, February 13, 2020
New
