ભારતભરની સહકારી બેંકોને સારા બેંકંીગ માપદંડો સાથે પ્રગતિ કરી આગળ આવે અને પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે બેંકો પુરસ્કારનુ આયોજન કરાઇ છે જેમાં નાની મીડીયમ અને મોટી સાઇઝની સહકારી બેંકોની અલગ કેટેગરીમાં ભારતભરમાં ૧ થી ૩ નંબરની બેંકોને સન્માનીત કરાઇ છે. વર્ષ ૨૦૧૯ માટેના એવોર્ડ વિતરણનો ભવ્ય પ્રોગ્રામ ગોવા અકિલા ખાતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ષ. એકઝી.ની ઉપસ્થિતિમાં રખાયો હતો જેમાં ગુજરાતની ભૂજ મર્કેન્ટાઇલ બેંકને નાની સાઇઝની સહકારી બેંકોમાં ભારતભરમાંથી નંબર ૧ બેંકીગ એકસેલેન્સ એવોર્ડથી સન્માનીત કરાઇ અકીલા હતી. ભારતભરની અગ્રણી ૫૦૦ સહકારી બેંકોના ચેરમેન - સીઇઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ બેંકના ઇન્ચાર્જ ચેરમેન રશ્મીભાઇ પંડયા, પાસ્ટ ચેરપર્સન નિલાબેન ચોકસી, ડા.ચેતન મહેતા અને જનરલ મેનેજર સીએ સ્મીત મોરબીયાને એનાયત કરાયો હતો. સાથે હાઇટેક ટેકનોલોજી અપગ્રેડેશન એવોર્ડમાં ભારતમાં બીજા નંબરનો એવોર્ડ પણ ભૂજ મર્કેન્ટાઇલ બેંકને એનાયત કરાયો હતો. એવોર્ડ સિલેકશનોના માપદંડોમાં ભારતભરની સહકારી બેંકના છેલ્લા ૩ વર્ષના ઓડીટેડ હિસાબો, ડીપોઝીટ ગ્રોથ, એનપીએ, નેટ પ્રોફીટ, કસ્ટમર સર્વિસના ધારા ધોરણો, આરબીઆઇ દ્વારા અપાયેલ રેટીંગ, સ્ટાફ ટ્રેનીંગ, સીબીએસ તથા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ, ઇ.કોમ અને એટીએમ ફેસેલીટીને પ્રાધાન્ય અપાયુ હતુ. કનિદૈ લાકિઅ બેંકીગ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ વાર્ષિક ગ્રોથ ૩૬% બીએમસીબીએ ગત વર્ષે હાંસલ કરેલ છે જે બાબતને જજીસ દ્વારા ખાસ વેઇટેજ અપાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે બીએમસીબી હાલ ૧૫૫ કરોડની ડીપોઝીટ અને ૧૩૭ કરોડનો ધિરાણથી હરણફાળ પ્રગતી કરી રહેલ છે. ભારતની ૨૦૦૦થી વધુ સહકારી બેંકોમાંથી બેંકીંગ એકસીલન્સ અને ટેકનોલોજી એવોર્ડ નકકી કરવા માટેના જજીસ તરીકે મહારાષ્ટ્રની શિડયુલ અગ્રણી બેંક કલ્યાણ જનતા સહકારી બેંકના સીઇઓ તથા આરબીઆઇના એકસ જીએમ અવિનાશ જોષીની ટીમે મુશ્કેલ કામગીરી પાર પાડી હતી અને ભુજ મર્કેન્ટાઇલ બેંકને ઉતમ ટેકનોલોજીના માપદંડો સાથે ભારતભરની પ્રથમ ક્રમાંકીત બેંક ઘોષીત થવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે આરબીઆઇના એકસ એકઝી. અશોક નાયક અને શાંતારામ ભાલેરાવ તથા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સ્ટેચ્યુટરી ઓડીટર્સ સીએ શરદ ભાગવત ઉપસ્થિત હતા. બેંકના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઇ મોરબીયા તથા ડો.સૌરભ ચોકસીએ ભારતભરમાંથી નંબર ૧ નો આ નામાંકીત એવોર્ડ મેળવવા બદલ સમસ્ત બીએમસીબી પરિવાર તથા બેંકના સભાસદો ખાતેદારોને અભિનંદન પાઠવ્યા હતા તથા બેંકના આ સિલ્વર જયુબેલી વર્ષમાં વિરમગામ મર્કેન્ટાઇલ બેંક તથા કચ્છ કો ઓ. બેંક મુંબઇના મર્જરની કાર્યવાહી પુર્ણ કરીને બીએમસીબી મલ્ટી સ્ટેટ બેંક બની જશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ હતો. બેંકના ડા.ડી.એન.ત્રિવેદી, સુમીત ગોયલ, ભાનુબેન પટેલ, મહેશ સોરઠીયા, તુલસી સુઝાન, મેહુલ હિરાણી, જયેશ મહેતા, અનિલ શાહ, સીએ રૂષિલ સોની, મહેન્દ્રભાઇ જોશી, સીએ મનોજ લેકીનવાલા વગેરેએ બેંકની સીલ્વર જયુબેલી ઉજવણીના વર્ષમાં બેંકને મળેલ ભારતની નંબર વન બેંકના એવોર્ડને આવકારીને હવેથી બીએમસીબીમાં મુકેલ રૂ.પ લાખ સુધીની થાપણો વીમાથી સુરક્ષીત હોવાની જાહેરાત કરી હતી. બેંકના જનરલ મેનેજર સીએ સ્મિત મોરબીયા, કશ્યપ વચ્છરાજાની, રીટાબેન શાહ તથા ઇડીપી મેનેજર ભાવીન ભટ્ટ અને બ્રિજેશ પટેલ વગેરેએ બીએમસીબી ભવિષ્યમાં પણ ટેકનોલોજીમાં સદા અગ્રેસર રહીને ગ્રાહક સેવાના નવા સોપાન સર કરવાનો કોલ આપ્યો હતો. બેંકના એડવાઇઝર્સ જયસુખભાઇ શાહ, નિતીનભાઇ સંઘવી, બાબુભાઇ ધનાણી, ડો.અશોક વાર્શને, હેમંત (ડેની) શાહ, કિરીટભાઇ પલાણ અને રાકેશભાઇ પટેલે ગુજરાતનુ ગૌરવ બનવાનો યશ બેંકના ખાતેદારો સભાસદો અને સમસ્ત સ્ટાફ મેમ્બર્સની ટીમને આપ્યો હતો. કચ્છની આ બેંકને મળેલ વિશિષ્ટ સન્માન બદલ ગુજરાતભરમાંથી સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તરફથી અભિનંદન સહ ગૌરવની લાગણી વ્યકત કરાઇ છે
Thursday, February 13, 2020
New
