કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ઝીરો પોઇન્ટથી જેટી નંબર ૧૩ તરફ જતા માર્ગ ઉપર વેસ્ટ ગેટ નંબર બે ની સામે રસ્તા પર આરોપી આમદ જુસબ છરેચાં, ઈશા હાસમ છરેચાં,દાઉદ ઇશાક છરેચાં, રફીક ઈશાક જંગીયા, અને સીદીક હાસમ છરેચાં એ ટ્રક નંબર જીજે બાર એ ટી 8434 ને અટકાવીને ટ્રક ડ્રાઇવર ધીરેન્દર કુમારને છરી બતાવીને ટ્રકમાંથી રૂપિયા 1750 ની કિંમત ની એક ખાંડની બોરી ની લૂંટ કરીને નાસી ગયા હતા ટ્રક ડ્રાઇવર ભારાપર માં આવેલી રેણુકા સુગર કંપનીમાંથી ખાંડ ભરી ને વેસ્ટ ગેટ નંબર 2 ની સામેના ભાગે ખાલી કરવા જતા હતા ત્યારે રસ્તામાં વચ્ચે આરોપીઓએ ટ્રક અટકાવી ને ડ્રાઈવરને છરી બતાવી ને ખાંડની બોરીની લૂંટ કરી ગયા હતા ટ્રક ડ્રાઇવર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન તમામ આરોપીને પરંતુ ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
Wednesday, February 26, 2020
New
