કોલકાતામાં
પહેલી મેટ્રો રેલ સેવા 1984માં શરૂ થઈ હતી.
દેશની પ્રથમ મેટ્રો સેવા શરૂ કરીને કોલકત્તાએ ઇતિહાસ રચ્યો હતો. હવે 21મી સદીમાં તેના નામે વધુ એક ઈતિહાસ રચાશે.
કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો આ શહેરની બીજી મેટ્રો સેવા હશે. તેના પ્રથમ
ફેઝનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે જે કોલકાતાના લોકો માટે શરુ કરવામાં આવશે. આ પહેલી મેટ્રો સર્વિસ હશે જે પાણીની અંદર
એટલે કે નદીના પાણી હેઠળ ટનલમાં ચાલશે. આ લાઇન કુલ 15 કિલોમીટરની
હશે. પ્રથમ તબક્કામાં 6 કિલોમીટર લાંબી
લાઇન શરૂ થવા જઈ રહી છે. બીજા તબક્કાના નિર્માણના કાર્ય પૂર્ણ થયા પછી, આ મેટ્રો સેવા સોલ્ટ સેક્ટર 5થી હાવડા મેદાનની વચ્ચે 15 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ મેટ્રો દેશની જ નહીં દુનિયાની પણ સૌથી સસ્તી
મેટ્રો સર્વિસ હશે. જેમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશનનું ભાડુ ફક્ત 5 રૂપિયા હશે. તેમાં મુસાફરો માટે અનેક
સુવિધા પણ હશે. તેમાં પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ડિટેક્શન સિસ્ટમ જેવી આધુનિક
સુવિધાઓ હશે.
Thursday, February 13, 2020
New
