ભુજ : રાજયના
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે યોજાયેલ તિરંગા યાત્રા પુર્ણ
કરીને બપોર બાદ કચ્છના મહેમાન બનશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે માંડવી બીચ ખાતે
ટેન્ટ સીટીનું બપોરે ૩ વાગ્યા આસપાસ તથા સફેદ રણનાં ઘોરડો ખાતે પ્રવાસન પ્રધાનોની
રાષ્ટ્રીય પરિષદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સાંજે ૪ વાગ્યે યોજાનાર છે.
કચ્છમાં ધોરડો ટેન્ટ સીટી ખાતે ૧૩ થી ૧પ સુધી કેન્દ્રીય
પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદનું
આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં દેશના તમામ રાજયોના પ્રવાસન પ્રધાનો ઉપસ્થિત
રહેશે. વિષય 'ડેસ્ટિનેશન
મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ' છે.
ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ દ્વારા માંડવી બીચ ખાતે આજથી બે
મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૩
કલાકે માંડવી બીચ ખાતે ટેન્ટ સીટી તેમજ અર્બન કચ્છ ટુરિસ્ટ રીસેપ્શન અને
રિફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન થશે. માંડવી ખાતે
પપ ટેન્ટનું નિર્માણ કરાયું છે, જેમાં ૧પ એસી
પ્રિમીયમ, પ મીની
દરબારી, ૧પ એસી
ડીલક્ષ, ર૦ નોન એસી
ડીલક્ષ ટેન્ટનો સમાવેશ થાય છે. દરિયા કિનારે
જેટ સ્ક્રી/વોટર સ્કુટર, ઘૂંટણની
બોટિંગ/ ફલાય બોટિંગ સ્પીડ બોટ, બનાના બોટ
પેરાસેઇલીંગ, પેરા મોટરિંગ, હોટ એર બલૂન
એટીવી વાહનો, તીરંદાજી, બીચ વોલીબોલ, ઝિપ લાઇન, સાઇકલીંગ, વોકવે અને
યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
