ઝઘડિયા પંથકમાં ગેરકાયદેસર માટી ખોદનારા સામે મામલતદાર અને ભૂસ્તર વિભાગે તવાઈ બોલાવી ઝઘડિયા નજીકના વંઠેવાડ અને રાણીપુરા નજીક થી માટી ખોદતાં વાહનો જપ્ત કર્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 22, 2020

ઝઘડિયા પંથકમાં ગેરકાયદેસર માટી ખોદનારા સામે મામલતદાર અને ભૂસ્તર વિભાગે તવાઈ બોલાવી ઝઘડિયા નજીકના વંઠેવાડ અને રાણીપુરા નજીક થી માટી ખોદતાં વાહનો જપ્ત કર્યા

ઝઘડિયા નજીકના વંઠેવાડ ગામેથી તથા રાણીપુરા ગામેથી ઝઘડિયા મામલતદાર અને ભૂસ્તરવિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદનારા સામે તવાઈ બોલાવી છે. ખાનગી માલિકી અને સરકારી જમીન માંથી માટી ખોદતાં ત્રણ ટ્રકો અને બે જીસીબી તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે ઝઘડિયા પંથકમાં ગેરકાયદેસર રીતે ખાનગી તેમજ સરકારી પડતર, ગૌચર માંથી માટી નું મોટા પાયે ખોદકામ કરી ખાનગી ઉપયોગ માટે લઇ જવાઈ રહ્યુ છે ખેતરો સમતળ કરી આપવાના બહાના હેઠળ માટી ચોરનારાઓ ખેડૂતોની અજ્ઞાનતા નો લાભ ઉઠાવી માટી ચોરીની અનેકો ઘટનાઓ ઝઘડિયા પંથકમાં બની રહી છે રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ માટી વહન કરી સરકારની તિજોરી પર મોટો પંજો માટી ચોરો પાડી રહ્યા છે ઝઘડિયા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગ દ્વારા ઝઘડિયા નજીકના વંઠેવાડ ગામેથી તેમજ રાણીપુરા ખાંડસરીના પાછળના વિસ્તારની જમીનમાંથી ગેરકાયદેસર માટી ખોદી, રોયલટીની ચોરી કરનારા સામે કાર્યવાહી હાથ ધરી છે તંત્ર દ્વારા બંને સ્થળોએથી ત્રણ ટ્રકો અને બે જેસીબી જપ્ત કરી તેમના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. બંને સ્થળોએથી પોતાના અંગત સ્વાર્થ માટે મશીનરી દ્વારા માટી ખોદકામ કરી, રોયલ્ટી ચોરી કરી માટી વહન કરવામાં આવતું હતું. ઝઘડિયા મામલતદાર અને ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરેલ વાહનો ઝઘડિયા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.