નિરમા પાટીયા પાસેથી પાર્સલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩ (પેટી નંગ-૧૫) કિ.રૂ.૯૧,૪૯૦/- મોબાઇલ સહિત કુલ રૂપિયા ૯૧,૯૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વેળાવદર પોલીસ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 18, 2020

નિરમા પાટીયા પાસેથી પાર્સલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩ (પેટી નંગ-૧૫) કિ.રૂ.૯૧,૪૯૦/- મોબાઇલ સહિત કુલ રૂપિયા ૯૧,૯૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વેળાવદર પોલીસ

  💫 ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વેળાવદર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આઇ.ડી. જાડેજા  તથા સ્ટાફના માણસોએ નિરમા પાટીયા નજીક બાવળની કાંટમાં પાર્સલોની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૫, બોટલ નંગ-૧૨૩ કિ.રૂ. ૯૧,૪૯૦/- તથા મોબાઇલ ફોન-૧ સહિત કુલ કી.રુ. ૯૧,૯૯૦/- ના મુદામાલ સાથે આરોપી મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારૈયા ઉવ.૨૯ રહેવાસી-પ્રભુદાસ તળાવ, હવા મસ્જીદ પાસે દરબારની વાડીમાં ભાવનગર વાળાને પકડી પાડેલ મજકુર ઇસમ તથા સદરહુ દારૂનો જથ્થો મંગાવનાર જીતુભાઇ ઉર્ફે કચોરી રહેવાસી-ભાવનગર વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.