કચ્છ જિલ્લાના લખપત તાલુકાનાં મીંઢિયાળા ગામની વરવી વાસ્તવિક્તા, બસ સ્ટેન્ડ છે પણ બસ નથી, મોબાઈલ છે પણ નેટ નથી, દેશના યુવાનોની વેદના વિકાસ ઝંખે છેતળપદી ભાષામાં વ્યથા ઠાલવતાં આ બાળકો લખપત તાલુકાનાં મીંઢિયારી ગામના છે. લખપતથી 26 કિમી દૂર અને જિલ્લાના મુખ્યમથક ભુજથી 122 કિમી દૂર અંતરે આવેલું ગામ છે. શાળામાં અભ્યાસ કરતાં આ બાળકોને ભણવા માટે ગામથી 7 કિમી દૂર જવું પડે છે. કારણ કે ગામમાં શાળા નથી. એટલું જ નહીં 7 કિમી જવા માટે એસટી બસ પકડવી પડે છે. પણ ગામમાં બસ આવતી નથી. જેના કારણે આ બાળકોને 2.5 કિમી દૂર સુધી પગપાળા જવું પડે છે.વિકાસની વાતો ફૂંકતી સરકાર દેશના ભવિષ્ય સમાન બાળકો માટે બસની સુવિધા ઉપલબ્ધ નથી કરવી શકી, ડિજિટલ ઈન્ડિયાના સપના સેવતી સરકાર ગામમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી કરાવી શકી, દેશને શિક્ષિત બનાવવા ઇચ્છતી સરકાર ગામમાં શાળા પણ ઉપલબ્ધ નથી કરાવી શકી, કહેવાય છે કે, ગુજરાત ધગધગતું રાજ્ય છે, પરંતુ રાજયમાં બસ પકડવા અઢી કિમી ચાલતા વિદ્યાર્થીઓના ધબકારા વધી જાય છે. અને બસ જો છૂટી જાય તો સીધી અસર બાળકોના અભ્યાસ પર પડે છે. શાળામાં હાજરીપત્રકના ખાનામાં ગેરહાજરીની ચેકડી વાગી જાય છે.લખપત તાલુકો સરહદી વિસ્તારમાં આવેલો છે અને સરહદી તાલુકાનાં છેવાડા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ સરકાર પહોંચાડી શકી નથી, ના આરોગ્ય સેવા, ના શિક્ષણ સેવા, ના ટ્રાન્સપોર્ટ સેવા, કે ના ગરીબો માટેની રાહત દરની દુકાન સેવા અહીંના ગ્રામજનો સુધી પહોંચી છે. મહિલા સુરક્ષાનો ભય પણ બાળકોના વાલીઓને રહેલો છે. કારણ કે, બાળકીઓને પણ અહીંથી અઢી કિમી સુધી ચાલીને જવું પડે છે, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ અહીં ના બાળકો પારાવાર મુશ્કેલી વેઠી અભ્યાસ કરવા મજબૂર છે.