ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. સવારે 10 કલાકે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં પાક વીમા અને મગફળીની ઓનલાઈન ટેકાના ભાવે થયેલી ખરીદી અંગે સમીક્ષા હાથ ધરાશે. તો સાથે જ હાલમાં જ એલઆરડીની ભરતીમાં અનામતને લઈને ચાલી રહેલા વિરોધને જોતા રાજ્ય સરકારે 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં કેવા સુધારા થઈ શકે છે તે અંગે પણ ચર્ચા કરશે.
Wednesday, January 15, 2020
New
