અબડાસામાં ગૌ માસ સાથે બે આરોપીઓને પકડી પાડતી કોઠારા પોલીસ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, December 31, 2019

અબડાસામાં ગૌ માસ સાથે બે આરોપીઓને પકડી પાડતી કોઠારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી આઇ.જી.પી. કચ્છ બોર્ડર રેન્જ, પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિ.એન. યાદવ નખત્રાણા વિભાગ, ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન અબડાસામાં તેમને બાતમી મળતા બાતમી વાળી જગ્યા તપાસ કરતા હકીકત જાણવા મળેલ અને બેય આરોપી પણ સ્થળ પર મોજુદ મળેલ ત્યારે પકડાયેલ આરોપીઓની તપાસ કરતા આ બાપ દીકરો ગૌ માસનું કતલ કરી વેંચવા માટે રાખેલ હોઈ કોઠારા પોલીસના હોનહાર પી. એસ.આઇ., એચ.એચ. જાડેજા અને તેમની ટીમે તેઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરી હતી. પકડાયેલ આરોપીઓમાં (1) અલીમામદ અબ્દુલ્લા હિંગોરા રહે નાનાવાડા તા. અબડાસા (2) મુખ્તાર અલીમામદ હિંગોરાને પકડી પડયા હતા આ કામગીરીમાં પી.એસ.આઇ. એચ. એચ. જાડેજા, પો. હેડ. કોન્સ. બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ રાણા, નિલેશભાઈ બગ્ગા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા, અલકેશભાઈ કરમટા, નીરવ કે. ડામોર, સંજય દેસાઈ, હરપાલસિંહ જાડેજા, વિપુલ પરમાર, અશ્વિનભાઈ ચૌધરી, મહેશ ચૌધરી, પ્રકાસ વજીર, પ્રકસ ચૌધરી, તેમજ બાબુભાઇ પરમાર સાથ રહ્યા હતા.