માધાપરના શિવમપાર્કમાં રહેતા ૬૨ વર્ષીય વૃધૃધનો કોરોનાનો રિ૫ોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાના આરોગ્યતંત્રમાં દોડાધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ વૃધૃધની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે હાલ તો જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ચુપકિદી સાધવામાં આવી રહી છે પરંતુ કોરોનાનો ભોગ બનેલા વૃધૃધે ભુજની ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી હતી હોવાનું જાણવા મળે છે. જેેથી, દર્દીના સંપર્કમાં આવેલા ભુજ-માધાપરના ચાર તબીબ સહિત મેડીકલ સ્ટાફ મળી ૨૧ જણાને હોમકવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
ભુજ - માધાપર રોડ પર આવેલા શિવમ પાર્ક વિસ્તારના ક્રિષ્ના પાર્કમાં રહેતા આ વૃધૃધની કોઈ પ્રવાસ હિસ્ટ્રી નાથી અને તેઓ કોઈ એનઆરઆઈના સંપર્કમાં પણ નાથી આવ્યા તેવુ જાણવા મળે છે. દર્દીને લાંબા સમયાથી શરદી ખાંસીની તકલીફ હોઈ પ્રાથમ માધાપરમાં ફેમિલી ફીઝીશયન પાસે દવા લીધી હતી જેમને ભુજના એમ.ડી. ફીઝીશીયન પાસે રિફર કર્યા હતા. એટલે દર્દીએ ભુજના ડો.નિશાંત પુજારા હોસ્પીટલમાં સારવાર લીધી હતી તેવુ બહાર આવ્યુ છે જેાથી, ડો.પુજારા સહિત ડો.અંજલી, નર્સીંગ સ્ટાફના મનોજ પટેલ, હર્ષીલ, અજય પંડયાને હોમ કવોરન્ટાઈલ કરી દેવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી જાણવા માટે જિલ્લાના આરોગ્ય તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો હતો તેમ છતા તંત્ર પાસે કોઈ વાધારાની માહિતી મળવા પામી નાથી. પોઝીટીવ દર્દી ૨૧ લોકોના સંપર્કમા આવ્યા હોવાથી હાલ તો પોલીસ અને આરોગ્ય તંત્રમાં દોડાધામ મચી છે.
