આમ તો દુનિયાભરમાં કોરોનાવાયરસ થી હાહાકાર મચી ગયો છે પરંતુ અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે અને ત્યાં મોતનો આંકડો સતત ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૨૦૦ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.
ન્યૂયોર્કની હાલત પણ અત્યતં દયાજનક બનેલી છે અને ત્યાં રોજ સેંકડો કેસમાં વધારો થઈ રહ્યા છે અને મૃત્યુનો દર પણ અહીં સૌથી વધુ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૯૬૩૩ દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે અને કેસની સંખ્યા ૩ લાખને પાર કરી ગઇ છે આમ છતાં અમેરિકાના પ્રમુખ ટસના મસ થતા નથી અને સંપૂર્ણ લોક ડાઉન અંગે તેઓ કોઈ પણ જાતનો વિચાર કરવા માગતા નથી.
બીજી બાજુ દુનિયાભરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને આજે સવાર સુધીમાં ૬૯૦૦૦ થી વધુ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. લીબિયાના પૂર્વ વડાપ્રધાન મહેમુદ નું મૃત્યુ થઈ ગયું છે. દરમિયાનમાં એવા હેવાલો બહાર આવ્યા છે કે આગામી સાહ અમેરિકા માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે હજુ પણ ઘણા બધા અમેરિકનોના જાન જવાનો ખતરો છે.
હજુ પણ અમેરિકામાં ઘરમાં જ રહેવાની લોકોને કડકાઈથી તાકીદ કરવામાં આવતી નથી અને લોકો છૂટથી બજારોમાં ફરી ફરી રહ્યા છે અને આ રીતે અમેરિકામાં ભયંકર ગતિથી કેસમાં વધારા થઈ રહ્યા છે
