સીએએ વિરુદ્ધની ઓવેસીની એક રેલીમા પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાડનારી યુવતી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામા આવ્યો છે. અમૂલ્યા લિયાનોકોના નામની યુવતીને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમા મોકલી દેવામા આવી છે. અમૂલ્યાને બેંગ્લોરની અદાલતમા રજુ કરવામા આવી હતી. એઆઈએમઆઈએમ કે ના સાંસદ ઓવેસીની આગેવાનીમા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમા ગુરુવારે રેલી નીકાળવામા આવી હતી. આ રેલી દરમ્યાન અમૂલ્યા મંચ પર પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. જેની બાદ રેલીમા હંગામો મચ્યો હતો. જેની બાદ ઓવેસી તેની પાસેથી માઈક છીનવવા આગળ વધ્યા હતા અને અન્ય લોકો પર અમૂલ્યાને હટાવવા આગળ ગયા હતા.પરંતુ અમૂલ્યા અડી રહી અને પાકિસ્તાન ઝીંદાબાદ કહેતી રહી. તેની બાદ પોલીસ આગળ વધી અને અમૂલ્યાને મંચથી હટાવી દીધી હતી. જેની બાદ ઓવીસે માઈક પાકિસ્તાન ઝીંદાબાદ બોલનારી યુવતીની માઈકમા ટીકા કરી હતી. ઓવીસે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ સાંભળીને દોડીને આવ્યો હું નમાઝ પઠવા જઈ રહ્યો હતો. મે જેવા જ વાહિયાત નારા સાંભળ્યા તેવો જ સામેથી દોડીને આવ્યો હતો. આ વાતની નિંદા કરું છું. તેને દુર કરી દીધી હતી. તેને દેશ સાથે કોઈ પ્રેમ નથી. આ પ્રકારની હરકત કોઈ રીતે સહન કરી શકાય તેમ નથી. હિન્દુસ્તાન ઝીંદાબાદ છે અને રહેશે. આ કેસમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવનારા યુવતીના પિતાનું પણ નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે તે કોઈ વિશેષ સમુદાયના સંપર્કમા હતી અને પ્રભાવમા હતી. તેને આવી ગતિવિધિઓથી દુર રહેવા માટે કહ્યું હતું. પરંતુ તેણે મારી વાત સાંભળી ન હતી.
Friday, February 21, 2020
New
