રાજકોટ ભાવનગર હાઇવે ઉપરથી મળી આવેલ માસુમ ફૂલ જેવી બાળકીને કલેકટર રેમ્યા
મોહને દત્તક લેવાની જાહેરાત કરી છે સાથોસાથ તેને જરૂર પડ્યે વધુ સારવાર અર્થે
ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે
બાળકીનો ફોટો અને આ બાળકીનું કોણ, તેને કોણ લેશે દત્તક તે
પ્રકારનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે હૃદયદ્રાવક તસ્વીર જોઈને રાજકોટ જિલ્લા
કલેકટર રેમ્યા મોહને બાળકીને દત્તક લેવાની જાહેરાત કરી છે. આ બાળકીને દત્તક લઈને તેનું
પાલન પોષણ કરવાની, રહેવાની અને ભણવાની જવાબદારી ઉઠાવી છે હાલ
બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેને જરૂર પડ્યે વધુ સારવાર અર્થે અમૃતા
હોસ્પિટલમાં પણ ખસેડવાની તૈયારી કલેકટર દ્વારા દર્શાવવામાં આવી છે. મેરી
લાડલી તું. છોડુંગી ના તેરા સાથ. ધન્ય હો જિલ્લા કલેકટરને, ધન્ય હો તેઓની સંવેદનાં ને, ધન્ય હો તેમના માતૃ-વાત્સલ્યને
અને ધન્ય હો તેઓના માનવીય અભિગમને. આ દીકરીને દત્તક લેવા કોઈએ આગળ આવવું જોઈએ. ભાવવાહી
અપીલ ગણતરીના કલાકોમાં જ ઝીલી લેવામાં આવી અને ઝીલનારા કોઈ ઔર નહીં, જિલ્લા કલેકટર રૈમ્યા મોહન ખુદ
બન્યા અનાથ બાળકી માટે વાત્સલ્યનો એવો ખોળો પાથર્યો કે અરેરાટી ઉથલી પડી ને
અનુકંપા ઉમટી પડી. જિલ્લા કલેકટર રૈમ્યા મોહને આજે હોસ્પિટલે જઈ તબીબો પાસેથી
દીકરીના ખબર અંતર પુછ્યા કલેકટર મહોદયાએ તબીબોને ખુલ્લી છૂટ આપી કે દીકરીને વિશેષ
અને અત્યાધુનિક સારવારની જરૂર જણાય તો પણ કહે. જોકે
સિવિલ હોસ્પિટલના તબીબોએ ભરોસો અપાવ્યો કે બાળકીને અન્ય ખાનગી હોસ્પિટલે લઈ જવાની
જરૂર નથી, અહીં સર્વોત્તમ સારવાર મળી જ
રહી છે અને અમો બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસોથી બાળકીને 'નવજીવન' આપીને જ જંપીશું. હવે ઈશ્ર્વરે
પણ કૃપા વરસાવવી રહી. કેમ કે માનવતાની આ લડાઈમાં માણસાઈ જરાય મોળી પડી નથી.
Friday, February 28, 2020
New
