તારીખ ૧૫/૧/૨૦૨૦ ગામ નરા ખાતે માં ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી કચ્છ ના નરા ગમે દવાખાના નું ઉદઘાટન કરવામાં આવ્યું. સમારોહ પ્રસંગે સાધ્વી સંત શ્રી ચંદુ માં, અને ધારા સભ્ય માનનિય શ્રી પ્રદ્યુમ્ન શીહ એમ જાડેજા,કચ્છ જલ ધારા ના ટ્રસ્ટી શ્રી અરવિંદ ભાઈ જોષી, કાર્યકર્તા શ્રી પ્રકાશ જે રાજગોર, માં ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશ્વિન ભાઈ ચંદન, ભરત ભાઈ બારું. પ્રમુખ શ્રી હરીશ ભાઈ, ઉપ પ્રમુખ સૌ શ્રી દક્ષા બેન ખોંભળીયા ,શ્રી મિતેષ ભાઈ અને ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.કચ્છ ના જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ જોષી સાહેબ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રશાસન તરફ થી પૂરો સાથ સહકાર આપવા માં આવશે અને નરા ડેમ ની મુલાકાત લીધી હતી, આજુ બાજુ ના ગામો ને પાણી ની સમસ્યા ન થાય અને બીજા ડેમ અને તળાવ ઊંડા કરી પૂરતો સાથ સહકાર આપવા માટે માનનિય શ્રી ધારાસભ્ય પ્રદ્યુમ્ન શિહ જાડેજા સાહેબ સાથે ચર્ચા થઈ હતી. સાહેબ શ્રી તરફ થી પૂરતો સાથ સહકાર મળ્યો હતો.
Friday, January 17, 2020
New
