અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા મુકામે મામલતદાર કચેરી ની મુલાકાત લીધી, જાહેર જનતા સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયલી શાખા જેવી કે મહેસૂલ શાખા, પુરવઠા શાખા, ઇ - ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર ની ચકાસણી કરી, ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા તથા વહીવટી કામગીરીની સમીક્ષા કરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે ના જમીનના ટાઈટલ ચકાસણીની ચાલુ કામગીરી ની પ્રગતિની સમીક્ષા કરી તથા ચકાસણી ટીમ પાસેથી જરૂરી વિગતો મેળવી મામલતદાર કચેરી અબડાસા ની મુલાકાત દરમિયાન ઉપસ્થિત અરજદારોની જરૂરિયાત અંગે રૂબરૂ સંવાદ કરી પ્રજાકીય કામો અંગે માહિતી મેળવી આજ રોજ નલિયા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું તથા જરૂરી સૂચનો કર્યા સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશન ની આકસ્મિક મુલાકાત લીધી, ફોજદારી દફતરની ચકાસણી કરી, વહીવટી કામકાજ અંગે જરૂરી સૂચનો કર્યા તથા વિસ્તારની કાયદો વ્યવસ્થા અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરી અબડાસા તાલકા ખાતે સબ જેલ - નલિયા નું નિરીક્ષણ કર્યું, દફતરની ચકાસણી કરી તથા કેદીઓની મળતી પ્રાથમિક આવશ્યક સુવિધા અંગે માહિતી મેળવી આંગણવાડી કેન્દ્ર નલિયા ની જાત મુલાકાત લીધી, બાળકોને અપાતા પૌષ્ટિક ભોજન ની ચકાસણી કરી તથા બાળકોના વાલીઓ સાથે વાર્તાલાપ કરી કેન્દ્ર અંગેની જાણકારી મેળવી, જરૂરી સૂચનો કર્યા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ અબડાસા બી એસ એફ તથા જખૌ મરીન પોલીસ ટીમ સાથે જખૌ બંદરની મુલાકાત લીધી, કાયદો વ્યવસ્થા અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરી કચ્છ અને અબડાસા ની આગવી ઓળખ એવા ગુજરાતના એક માત્ર ઘોરાડ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી, જંગલ ખાતાના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો તથા જરૂરી સૂચનો કર્યા જખૌ બંદર સ્થિત ભારતીય તટ રક્ષક દળ (Indian coast guard) મથક ની મુલાકાત લીધી, તથા સબંધિત અધિકારીશ્રી પાસેથી દરિયાઈ સુરક્ષા તથા ચોકસાઈ અંગેની જાત માહિતી મેળવી, સરહદી વિસ્તાર હોવાથી તકેદારી અંગે તલસ્પર્શી અભ્યાસ કર્યો નલિયા ખાતે સરકારી અનાજ ગોડાઉન ની આકસ્મિક મુલાકાત લઈ ચકાસણી કરી, અનાજનો જથ્થો પ્રત્યક્ષ ચકાસી ગુણવત્તા અંગે ખરાઈ કરી ઉપરાંત દફતરની ચકાસણી કરી, તથા અગત્યના સૂચનો કર્યા અબડાસા તાલુકાના બિટ્ટા ગામે ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ ગ્રામ દફતર ની ચકાસણી કરી, જરૂરી પૂર્તતા માટે સૂચના આપી તદુપરાંત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી સ્થાનિક મહત્તમ નિરાકરણ કરવા પ્રયત્ન કર્યો, અન્ય રજૂઆતો અંગે સબંધિત અધિકારીઓને સૂચના આપી ગામ નું પાણી ગામ માં અને સીમનું પાણી સીમ માં રહે એવા રાજ્ય સરકાર ના સંકલ્પ ને સાર્થક બનાવવા અબડાસા તાલુકાના કનકપર ગામ ના ગ્રામજનોએ તમામ ઘરોમાં ૧૦૦% વરસાદી પાણી (પાલર પાણી) નો ભૂગર્ભ ટાંકા માં સંગ્રહ કરવા માટે વ્યવસ્થા બનાવી છે, જે વ્યવસ્થાનું અવલોકન કર્યું કચ્છ જિલ્લા ઘાસના વિષયમાં સ્વાવલંબી બને એવા ઉમદા આશયથી અબડાસા તાલુકાના કનકપર ગામે ગૌચર જમીનમાં દેશી કુળ ના ઘાસનું સફળ વાવેતર કરેલ છે, ગ્રામજનોની આ ઉમદા પહેલ ને વધાવવા તથા પ્રોત્સાહિત કરવા ઘાસના પ્લોટ ની મુલાકાત લીધી , ગ્રામજનો પાસેથી ગૌસંવર્ધન અને ઘાસ સ્વાવલંબન કામગીરીની માહિતી મેળવી અબડાસા તાલુકાના કનકપર ગામે મહેસુલી અધિકારીઓ સાથે રાત્રિ સભામાં ભાગ લીધો, ગ્રામજનો ના પ્રશ્નો સાંભળ્યા, સરકારશ્રીની યોજનાની માહિતી આપી,
