અમરેલી-સાવરકુંડલાઃખાંભા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, રાજુલા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.ન.૫૮૮/૨૦૧૯ પ્રોહી.ક. ૬૬(બી),૬૫(એ)(ઇ),૮૧,૧૧૬ (બી) વિ. મુજબ ખડાઘર પાસેથી યુનુસભાઈ મીરખાભાઈ બ્લોચ ઉ.વ.૩૧, ધંધો-વેપાર, રહે.ધોકડવા, રનુજા શેરી તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ વાળોને ગઈ માસ ૧૨/૨૦૧૯ માં રાજુલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ગુન્હો રજી. થયેલ જે મજકુર આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળતો હોય, પકડી પાડેલ છે અને વદ્યુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આમ, અમરેલી પોલીસ અધિક્ષક સા શ્રી તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષસ સા શ્રી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા તથા હેડ કોન્સ. હિંગરાજસિંહ તથા જયેન્દ્રભાઈ તથા અશોકભાઈ તથા નિરજકુમાર તથા પો.કો. યુવરાજસિંહ તથા નાસતા ફરતા ડિવિઝન ટીમે છેલ્લા એકાદ માસથી પ્રોહીબિશન ગુન્હાનાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
Friday, January 17, 2020
New
ગુજરાત
