સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વિશાલ ગોસ્વામી અને તેનાં સાગરીતોનું ખંડણીનું નેટવર્ક ચલાવતા હોવાની માહિતી મુદ્દે ક્રાઇમબ્રાંચે જેલમાં સર્ચ ઓપરેશન કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. વિશાલના ચાર સાગરીતો ખુબ જ માથાભારે છે. જેલમાંથી છૂટીને કુબેરનગર વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. જ્યાંથી તેઓ વેપારીઓને ધમકીઓ આપતા હોવાનું ખુલ્યું છે. ખુદ અમદાવાદ ક્રાઇમબ્રાંચનાં એશપી બી.વી ગોહિલ તેમની ટીમોને લઇને પહોંચ્યા હતા. વિશાલ ગોસ્વામીનાં સાગરીતોને ઝડપવા માટે પોલીસ દરોડા પાડવાની શક્યતા હતી. જો કે તેના સાગરીતો પોલીસ પર પણ હુમલો કરી દેવા માટે કુખ્યાત હોવાનાં કારણે એસીપી બી.વી ગોહિલ પોતે ઓપરેશનમાં જોડાયા હતા. જેના કારણે અનેક ઉચ્ચે અધિકારીઓ ઉતરાયણ હોવા છતા પણ અધિકારીઓ સહિતનો કાફલો હાજર હતો. અલગ અલગ ટીમ બનાવીને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયરિંગની શક્યતાઓને જોતા બુલેટપ્રુફ જેકેટ સાથે સમગ્ર કાફલાએ કુબેરનગરના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. ઉતરાયણનો તહેવાર હોવાથી તમામ આરોપીઓ ઘરમાં જ હાજર હતા. પોલીસે બીજેન્દ્ર, અનુરાગ, જયપુરી અને સુરજને ઝડપી લીધા હતા.
Thursday, January 16, 2020
New
